Sunday, April 13, 2025

Motivational Stoery /ઠાકોરજી નો હુકમ

 એક વાર ઠાકોરજી ની મદદ માગવા રેડીઓ સ્ટેશને ફોન કર્યો. એક નાસ્તિક માણસ પણ આ રેડીઓ કાર્યક્રમ સાંભળી રહ્યો હતો. તેણે પેલી ગરીબ સ્ત્રીની મજાક ઉડાવવાનું નક્કી કર્યું. તેણે એ સ્ત્રીનું સરનામુ નોંધી લીધુ અને પોતાની સેક્રેટરી ને સારી એવી ખાદ્યસામગ્રી ખરીદી પેલી સ્ત્રીને ત્યાં પહોંચાડી આવવાની આજ્ઞા કરી. પણ તેણે પોતાની સેક્રેટરી ને એક વિચિત્ર સૂચના આપી.તેણે કહ્યું જ્યારે એ ગરીબ સ્ત્રી પૂછે કે આ ખાવાનું કોણે મોકલાવ્યું છે ?


તો ત્યારે જવાબ આપવો કે એ "શેતાને"મોકલાવ્યું છે.


સેક્રેટરી એ તો પોતાના બોસની  આજ્ઞા પ્રમાણે સારી એવી માત્રામાં ખાદ્યસામગ્રી પેલી ગરીબ સ્ત્રીના ઘરે પહોંચાડી.


ગરીબ સ્ત્રી તો આટલી બધી ખાદ્યસામગ્રી જોઈને રાજીના રેડ થઈ ગઈ.

આભાર વશતાની લાગણી અનુભવતા અનુભવતા તેણે એ બધો સામાન પોતાના નાનકડા ઘરમાં ગોઠવવા માંડ્યો.

સેક્રેટરી એ થોડી રાહ જોયા બાદ જ્યારે ગરીબ સ્ત્રીના તરફથી કોઈ સવાલ ન થયો ત્યારે અકળાઈને સામેથી જ પૂછી નાખ્યું શું તમને એ જાણવાની ઇચ્છા નથી કે આ બધું કોણે મોકલાવ્યું?"


ગરીબ સ્ત્રીએ જવાબ આપ્યો,

"ના." જેણે મોકલાવ્યું

હોય તેનો ખૂબ ખૂબ આભાર માનજો. મને એની પરવા નથી

એ જે કોઈ પણ હોય કારણ જ્યારે મારા “ઠાકોરજી”  હૂકમ કરે ને ત્યારે "શેતાને" પણ તેની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે!

No comments:

Post a Comment