Wednesday, September 18, 2024

અમારા ઘરે કામ કરતી રાધાને પિન્ટુ સવાલ

 અમારા ઘરે કામ કરતી રાધાને પિન્ટુ સવાલ 

પૂછતો હતો અને રાધા શાંતિ થી જવાબ આપતી રહી.

પણ અંત માં તેના અમુક સવાલ જ્વાબે પિન્ટુ ને નહિ મને પણ વિચારતો કરી દીધો...


પિન્ટુ એ રાધા ને સવાલ.કર્યો

તમારા ઘરે TV છે...?

રાધા કહે ના....

તમારા ઘરે....ફ્રીજ છે...?

રાધા કહે ના...

આવી રીતે પિન્ટુ પૂછતો રહ્યો AC છે ?, કોમ્યુટર છે ?

જે ઘર માં પિન્ટુ ને વસ્તુ દેખાતી હતી એ દરેક વસ્તુ બતાવી રાધા ને તે પૂછતો રહ્યો.

અને રાધા પણ હસતા હસતા ના પાડતી રહી. પિન્ટુ બે વર્ષ નો હતો

ત્યારથી અમારા ઘરે રાધા કામ કરતી હતી એટલે રાધા ને પિન્ટુ સાથે વાતો કે મસ્તી તોફાન કરવું ગમતું...


પછી રાધા જે સવાલ જવાબ કર્યા એ પિન્ટુ ને નહિ.. અમને પણ આરપાર વાગ્યા..!!

 રાધા બોલી. બેટા તારા ઘરમાં લાકડી છે..?

પિન્ટુ  કહે ના...

તારા ઘર માં ધોકો છે..?

પિન્ટુ કહે ના...( મેં મન માં કીધું ક્યાંથી હોય વોશિંગ મશીન આવી ગયું).

તારા ઘર માં હોક્કી છે ?

પિન્ટુ કહે ના.

તારા ઘર માં ધારીયું કે કુહાડી છે ?

પિન્ટુ મારી સામે જોઈ બોલ્યો ના.

રાધા આગળ બોલી....

તારા ઘર માં દાંતરડું છે ?

પિન્ટુ. મારી સામે જોઈ બોલ્યો

પપ્પા આ ધારીયું, દાંતરડું, કુહાડી  કેવી હોય ?

હું પણ રાધા કેહવા શું માંગતી હતી એ હજુ સમજી શક્યો ન હતો...

મેં કીધું બેટા ધારીયા, કુહાડી, દાંતરડા બધું ગામડા માં ખેતર માં વપરાતા સાધનો છે.

રાધા બોલી... મોટાભાઈ. ...

ગામડા માં તો જંગલી જાનવરને નાથવા ઉભા પાક ને કાપવા માટે રાખતા.. પણ અમે તો શહેર માં પણ આ બધી વસ્તુ ઘર ના ખૂણા માં રાખીયે જ છીયે. શહેર માં તો જંગલી જાનવર કરતા પણ ખરાબ હવસખોર લોકો ભટકાય છે.

મોટાભાઈ ખરાબ ન લગાડતા, પણ..

તમારા બારણે કોઈ લંપટ કે લબાડ માણસ ઓચિંતો આવે તો તેનો પ્રતિકાર કરવા તમારા ઘર માં કોઈ સાધનો રાખ્યા છે ?


હું રાધા સામે જોઈ રહ્યો..

અત્યાર સુધી હુ જેને ગામડા ની અભણ સ્ત્રી સમજતો હતો..

એતો..અમારા કરતા ખૂબ હોશિયાર નીકળી..

વાતો ઉપરથી તો રાણી લક્ષ્મીબાઈ અને ફુલનદેવી જેવી લાગતી હતી..


તે આગળ બોલી, સાહેબ, જે વ્યક્તિ પોતાના પરિવાર નું, સમાજ કે કુટુંબ નું રક્ષણ ન કરી શકે એ ધૂળ રાષ્ટ્ર નું રક્ષણ કરવાનો છે....

શરૂઆત ઘર આંગણે થી થાય..

પોતાના પરિવાર નું રક્ષણ કરવા માટે પણ હિંમત કરવી પડે અને કોઈ વખત મોત ને પણ વ્હાલું કરવું પડે..


આ તમારા TV કોમ્યુટર AC ફ્રીજ બધું તેની જગ્યા એ પડ્યું રહેશે જો ફૂફાડો નહિ મારો તો..!


મોટાભાઈ, જમાનો ખરાબ આવ્યો છે લંપટ અને બદમાશ લોકો ની હિંમત ખુલી ગઈ છે...

કહેવાતા ભણેલ લોકો ચાપલૂસી અને ભાટાઈ માંથી ઉચ્ચા આવે તો પોતાના પરિવાર ની સલામતી માટે વિચારે અથવા સરકાર ને સવાલ કરે ને !!


આવા લંપટ લોકો ગમે તે સમયે ગમે ત્યારે તમારા ઘર સુધી પોહચી શકે છે..

એવું પણ બને ઘરમાં તેવા સમયે ફક્ત સ્ત્રીઓ જ હોય – તો તેની પાસે પણ પ્રતિકાર કરવા હથિયાર અને હિંમત તો હોવી જોઈએ કે નહીં ?


મોટા ભાઈ,

ફક્ત અંગ્રેજી બોલવા થી

લંપટ લોકો તમારા બારણે થી ભાગી નહિ જાય..

તેને તેની ભાષા માં જ જવાબ આપતા નવી પેઢી ને નહિ શીખવાડિયે તો ઘર માં થી સ્ત્રીઓ ને ખેંચી તમારી નજર સામે રહેંસી નાખશે..


બાળકો સંસ્કારી હોવા જોઈએ પણ સંસ્કારી વાતો સંસ્કારી વ્યક્તિ સાથે જ શોભે. જ્યારે સામે ની વ્યક્તિ સંસ્કારી ભાષા ને નિર્માલ્ય અને નપુંસકતા સમજતો હોય ત્યારે તેની ભાષા માં તેને જવાબ આપતા શરમ સંકોચ નો અનુભવ ન થવો જોઈએ..


રાધા જતા જતા એટલું બોલી મોટાભાઈ..

ધનતેરસે ધન ની પૂજા જેમ કરો છો..

તેમ દશેરા ના દિવસે શસ્ત્રો ની પૂજા કરતા પણ શીખો..

બાળકો ને કોઈ વખત સમય મળે તો આપણા રાજાઓ ની પરાક્રમો ની પણ વાતો કરો..


પિન્ટુ સામે જોઈ રાધા હસી ને  બોલી... જય માતાજી...

દાંતરડું, ધારીયું, લાકડી, કુહાડી જોવા હોય તો ઘરે આવજે.!!


મને રાધા એ વિચારતો કરી દીધો..

જાણતા અજાણતા આપણે..

આપણા બાળકો ને બચપણમાં બાવો આવ્યો.. બાવો આવ્યો..કહી.. માનસિક રીતે નબળા તો નથી કરી નાખ્યા ને ?

જો આવું જ સભ્ય સમાજ સંસ્કારના નામે સુફયાણી વાતો ચાલુ રાખશે.. તો તેના ગંભીર પરિણામ પણ આવતા દિવસો માં ભોગવવા પડશે

No comments:

Post a Comment